Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામના પૂર્વ સરપંચના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 12.54લાખની મતાની ઉઠાંતરી કરી

રાધનપુર:તાલુકાના સીનાડ ગામે આવેલ આંબેડકરવાસમાં રહેતા રમેશભાઈ શીવાભાઈ મકવાણા કામઅર્થે બહાર ગયા હતા. જ્યારે તેમની પત્ની દીકરા સાથે અરજણસર ખાતે પોતાના પિયર ગઈ હતી. જ્યારે બીજો દીકરો તા. ૨૪મી ડિસેમ્બરના સવારના નવ વાગ્યે મકાનને તાળું મારીને પોતાના ધંધે ગયો હતો. જે મોડી સાંજે આવીને કપડા બદલી  ઘરને તાળું મારી પોતાની માતા પાસે અરજણસર ગયો હતો. જ્યારે તા. ૨૬મી ડિસેમ્બરના સાંજે પાંચેક વાગ્યે રમેશભાઈ રાધનપુર ખાતે આવેલ. જ્યારે તેમની સવા પાંચેક વાગ્યે અરજણથી સીનાડ ખાતે આવેલ તેમના ઘેર ગયા હતા ત્યારે જોતા ઘરના બેઠક રૃમના દરવાજાનો નકુચો તુટેલો હતો અને ઘરમાં જઈને તપાસ કરતા તિજોરીમાં રાખેલા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ઘરમાં કાંઈક અજુગતું થયાનુ ંમાલુમ પડતા તેમને તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલ ૩૪ તોલાના દાગીના તથા ૩ કિલો ૯૦૦ ગ્રામના ચાંદીના દાગીના તેમજ રોકડ  ૨૦ હજાર મળી કુલ રૃપિયા ૧૨,૫૪,૦૦૦ મત્તાની ઘરમાંથી ચોરી થયાનું માલુમ પડતા તાત્કાલિક ફોન કરીને આ બાબતે રમેશભાઈને જાણ કરી હતી. રમેશભાઈએ ઘેર આવીને તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાંથી નીચે પ્રમાણેના દાગીનાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

(5:23 pm IST)