Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી પીઆઇને સસ્પેન્ડ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ

સુરત: શહેરના અડાજણ શીતલ ચાર રસ્તા ખાતે ઝુપડપટ્ટીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા પ્રકરણમાં પોલીસ કમિશનર દ્વારા રાંદેર પીઆઇ ડી.વી. બલદાણીયાને સસ્પેન્ડ કરતો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ગત શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અડાજણ શીતલ ચાર રસ્તા સ્થિત ઝુંપડપટ્ટીમાં દરોડા પાડયા હતા. જ્યાંથી પોલીસ ટીમે 39ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી 19.28 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે 35થી વધુને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(5:20 pm IST)