Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વડોદરાના માંજલપુરમાં અવધૂત ફાટક નજીક ચોરીના ઇરાદે ઘુસેલ તસ્કરોને રહીશોએ સતર્કતાથી ઝડપી પોલીસે હવાલે કર્યા

વડોદરા: શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલી  કિરણપાર્ક સોસાયટીમાં ચોરીના ઇરાદે ઘૂસેલા  બે ચોર સોસાયટીના રહીશોની સતર્કતાના કારણે ઝડપાઇ ગયા હતા. માંજલપુર પોલીસે બંન્ને ચોરને  ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

સોસાયટીના રહીશોએ મકાનને ચારેબાજુથી  કોર્ડન કરીને પોલીસ બોલાવી લીધી અવધૂત ફાટક રોડ પર આવેલી કિરણપાર્ક સોસાટીમાં રહેતા ભરતભાઇ  પટેલ ખાનગી બેન્કમાં સિનિયર કલાર્ક તરીકે નિવૃત થયા છે. તેમના મોટાભાઇ પરિવાર સાથે અમેરિકા રહે છે અને તેમનું એક મકાન લક્ષ્મીનારાયણ સોસાયટીમાં છે. જે બંધ હાલતમાં છે. આ મકાનમાં ગતરાત્રે  દોઢ વાગ્યે બે ચોર દરવાજાની જાળીના સળિયા કાપીને અંદર ઘૂસ્યા હતા.   તોડફોડનો અવાજ પાડોશી  હાર્દિક ચોક્સીએ સાંભળતા તેમણે ભરત પટેલને જાણ કરી હતી. જેથી ભરત પટેલ પણ ત્યાં ગયા હતા. સોસાયટીના રહીશોએ મકાનને ચારેતરફથી કોર્ડન કરી  લઇ પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુરપોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મકાનમાંથી બે ચોરને પકડી લીધા હતા. બંન્ને ચોર પાસેથી ચોરીનો ચાંદીનો સિક્કો તેમજ રોકડા રૃપિયા ૧૫૦૦ મળી આવ્યા હતા. પોલીસે પકડેલા બંન્ને ચોર (૧) કોહિનુર મહેશભાઇ ગોદડિયા અને (૨) પ્રકાશ ઉર્ફે મચ્છર અશોકભાઇ અવધૂત ફાટક પાસે ફુટપાથ પર જ રહે છે. મકાન લાબા સમયથી બંધ રહેતુ હોવાથી ચોરોએ તેને  નિશાન બનાવ્યું હોવાનું જાણવા મળે છે.

(5:18 pm IST)