Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વડોદરામાં વાહન ટોળકી સક્રિય:કોયલી રોડ પર ચાર જગ્યાએ તસ્કરોએ બે બાઈકની તસ્કરી કરી:ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરા:શહેરના કોયલી રોડ ઉપર આવેલ શિવમ રેસિડેન્સીમાં રહેતા રાહુલભાઈ અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. 26 મી ડિસેમ્બરના રોજ તેઓનું બાઈક ઘર પાસે પાર્ક કર્યું હતું. સવારે બાઈક પાર્ક કરેલી જગ્યાએ જણાઇ ન આવતા તપાસ આરંભી હતી. આ દરમિયાન પાડોશી ધાર્મિક પટેલની ઘર આંગણે પાર્ક કરેલી બાઈક પણ મળી આવી ન હતી. 

જેથી ઘરે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, 4 જેટલા વ્યક્તિ મોટરસાયકલની ચોરી કરી નાસી છૂટયા હતા. રૂ. 95,000 કિંમતની બે બાઇક ચોરી કરી કરનાર 4 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ જવાહર નગર પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)