Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઉછીના પૈસા પરત માંગતા શખ્સને દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં રહેતા અને ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવતી વ્યક્તિ પાસેથી બનાસકાંઠાના દંપતીએ દિકરીના લગ્ન હોવાનું કહીને રૂ.2,49,000 ઉછીના લીધા હતા. બાદમાં આ વ્યક્તિએ પૈસા પરત માંગતા દંપત્તીએ જાનથી મારી નાંખવાની અને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા મનેષકુમાર ભવાનભાઈ પટેલ (40) ગુજરાત હાઈકોર્ટમાં કોમ્પ્યુટર શાકામાં ટેકનીકલ આસીસ્ટન્ટ કમ પ્રોગ્રામર તરીકે ફરજ બજાવે છે.

જોકે દોઢેક વર્ષ સુધી પૈસા ન આપતા મનેષકુમારે પૈસાની માંગણી કરી હતી. જેમાં દ્પતીએ બંભત્સ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત અજાણી વ્યક્તિએ મનેષકુમારને ફોન કરીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મનેષકુમારે ભુરાભાઈ દેસાઈ, ક્રિષ્નાબહેન તથા અન્ય બે અજાણ્યા શક્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:16 pm IST)