Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પ્લાસ્ટીકના દાણાની ખૂબ અછત.. ખાનગી કંપનીઓને લાભાલાભ?

દિવાળી બાદ ઉત્તરોતર ભાવ વધારો, ખાનગી કંપનીઓ માલની શોર્ટેજ બતાવે છે પણ તેના પ્રિમીયમ ૧૫ થી ૨૦ રૂ. વધુ હોય છેઃ પ્લાસ્ટીકમાં બનતી વસ્તુઓના ભાવ પણ ૨૦ થી ૨૫ ટકા વધ્યા

રાજકોટ,તા.૨૮: છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટીકના દાણાની ભારે અછત સર્જાઈ રહી છે. ખાનગી કંપનીઓને કટકટાવા કાચા માલની કૃત્રિમ અછત સર્જી દીધી હોવાનું બીનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે.

દિવાળી બાદ ઉતરો-ઉતર ભાવવધારો જોવા મળી રહ્યો છે. એક તરફ ખાનગી કંપનીઓ દ્વારા કાચા માલની માંગ કરતાં ઓછો માલ આપવામાં આવે છે. ઉપરથી જ સપ્લાય થતી ન હોવાનું કહેવામાં આવે છે પણ ઉંચી કિંમત આપવામાં આવે તો માલ પૂરો પાડવામાં આવતો હોવાનું જાણવા મળે છે.

યુપીવીસીના ફીટીંગવાળા પાઈપનો ભાવ લગભગ ૪૫ દિવસ પહેલા રૂ.૮૦ થી ૮૫ હતો. જે આજે રૂ.૧૬૦એ પહોંચી ગયો છે. જયારે પીપી પ્લાસ્ટીકમાં ૨૦ થી ૨૫ રૂ., એલડી પ્લાસ્ટીકમાં ૨૫ થી ૩૦ રૂ., એચડીપીઈ પ્લાસ્ટીકમાં રૂ.૨૦ થી ૨૨નો ભાવ વધારો થયો છે. જયારે ઝબલામાં ૧ કિલોએ ૪૦ થી ૪૫ રૂ. તેમજ પીવીસી શ્રીંકમાં રૂ.૪૫ થી ૫૦નો ભાવવધારો કરાયો છે.

ખાનગી કંપનીઓમાં માલની અછત બતાવવામાં આવી રહી છે. પણ જે પ્રિમીયમ બોલવામાં આવે છે. તેમાં રોજરોજ પ્રિમીયમ રૂ.૧૫ થી ૨૦ વધારે જોવા મળે છે. પ્લાસ્ટીકના દાણામાંથી બનતી વસ્તુઓમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

(3:44 pm IST)