Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ચણોદ ગામે લિસ્ટેડ બુટલેગર અને ત્યાંથી રૂપિયા 26 હજારનો દારૂ પકડાયો

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન મુજબ ડુંગરા પી.એસ.આઇ તેમજ ઋતુરાજસિંહ ઝાલા,હેડ કોન્સ્ટેબલ જીતેશ જયરામ, કોન્સ્ટેબલ બહાદુરસિંહ જીવાભાઇ, વિક્રમસિંહ ઘનશ્યામસિંહ સહિતના સ્ટાફે મહિલા બુટલેગરને ત્યાં દરોડો પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ૩૧મી ડિસેમ્બર પહેલાં જિલ્લામાં દારૂ ની નાબૂદી માટે ડુંગરા પોલીસે મહિલા લિસ્ટેડ બુટલેગર ને ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે રૂપિયા 26 હજારનો દારૂ પકડી પાડયો છે.વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન મુજબ ડુંગરા પી.એસ.આઇ તેમજ ઋતુરાજસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જીતેશ જયરામ, કોન્સ્ટેબલ બહાદુરસિંહ જીવાભાઇ, વિક્રમસિંહ ઘનશ્યામસિંહ સહિતના સ્ટાફે મહિલા બુટલેગરને ત્યાં દરોડો પાડ્યો હતો.

  તેમણે ચાણોદ ગામની લિસ્ટેડ બુટલેગર મીનાબેન હળપતિના ઘરે દરોડો પડતા તેમના ઘરમાંથી દારૂની 269 બોટલ કિ રૂ. 26 હજારની મળી આવી હતી. જેના પગલે પોલીસે મીનાબેન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:31 am IST)