Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજપીપળાના આરબ ટેકરા પાસે પાણીની લીકેજ લાઈન માટે પાલિકા ટીમે હજુ સુધી કામગીરી પૂર્ણ ન કરતા રોષ, બાઈટ:સ્થાનિક અગ્રણી

ભર શિયાળે પાણી માટે વલખા મારતા અનેક વિસ્તારના લોકોમાં ભારે રોષ,કલેક્ટર પગલાં લે તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના આરબ ટેકરા મસ્જિદ પાસે પાણીની ચાર મહિનાથી લીકેજ લાઈન માટેના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જાણે ફક્ત શોબાજી કરવા આ જગ્યા પર 2 કામદારો મૂકી એકાદ ફૂટ ખાડો ખોદાયો બાદમાં છેલ્લા એક અઠવાડિયા થી ત્યાં કોઈજ કામગીરી કરાઈ ન હોય હાલ લીકેજ લાઈન નું પાણી માર્ગ ઉપર વહી રહ્યું છે.આ લીકેજના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભર શિયાળે પણ પાણીની ગંભીર કટોકટી સર્જાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
 લોકોના જણાવ્યા મુજબ કોઈ સદસ્યના વિસ્તારમાં જો આવી તકલીફ જોવા મળી હોત તો યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થઈ જાત પરંતુ વેરો ભરતી પ્રજા તરફ પાલિકા ના કેટલાક કર્મચારીઓ ઓરમાયું વર્તન રાખે છે ત્યારે જાણવા મળ્યા મુજબ શિયાળામાં પણ પાણીની તકલીફ રાજપીપળાના માલિવાડ, આરબ ટેકરા, સોનિવાડ,કસ્બાવાડ,રામબાગ સોસાયટી,ભાટવાડા સહિત અનેક વિસ્તારો માં જોવા મળી રહી છે.સાથે આંબેડકર ભવન વડિયા પાસે પણ એક સપ્તાહ થી નગર પાલિકા ની લાઈન ટુટી હોય કોઈ ભારવા સુદ્ધાં આવતું નથી જેમાં રોજના હજારો લીટર પાણીનો બગાડ થાય છે છતાં નગરપાલિકા સત્તાધીશો કેમ પાણી જેવી સુવિધા માટે પણ ગંભીર બનતા નથી,કલેક્ટર આ બાબતે પગલાં લે તેવી લોક માંગ છે.

(11:44 pm IST)