Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજપીપળા નગરપાલિકાના સદસ્ય કિંજલબેન તડવીના પુત્ર શોર્ય ના જન્મ દિવસે બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના સદસ્ય અને મહિલા અગ્રણી ભારતીબેન તડવીના દીકરી કિંજલ બેન તડવીના પુત્ર શોર્યના જન્મ દિવાની ઉજવણી ના ભાગરૂપે તડવી પરિવારે અભ્યાસ કરતા નાના બાળકોને નોટબુક, પેન્સિલ સહિતના શૈક્ષણિક સાધનો નું વિતરણ કરી સાથે માસ્ક,સેનેટાઇજર જેવી અગત્યની વસ્તુઓ આપી પાર્ટીઓ પાછળ ખોટા ખર્ચ કરવા કરતાં બાળકોના ભવિષ્ય ની ચિંતા કરી બાળકની વર્ષગાંઠ ઉજવી હતી. જેમાં ભારતીબેન તડવી,નીતાબેન ગોસ્વામી,અક્ષયભાઈ રાવલજી,સંજયભાઈ તડવી,પ્રેમસિંગભાઈ વસાવા અને રાહુલભાઈ તડવી સહિતના હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મહિલા અગ્રણી ભારતીબેન તડવી એ જણાવ્યું કે વર્ષગાંઠ માં ફાલતુ ખર્ચ કરવા કરતાં ગરીબ જરૂરીયાતમંદ બાળકો અભ્યાસ કરી આગળ વધે તેવા સારા આશય થી અમારા પરિવારે પૌત્ર શોર્ય ના જન્મ દિવસે શૈક્ષણિક વસ્તુઓનું વિતરણ કર્યું હતું.

 
(11:49 pm IST)