Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

નર્મદા જિલ્લામાં રવિવારે 3 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1741 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં નાંદોદ તાલુકાના વરખડ-01,લાછરસમાં-02 મળી જિલ્લામાં 03 દર્દી પોજેટિવ નોંધાયો છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 09 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 01 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 19 દર્દી દાખલ છે.આજે 03 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે જ્યારે આજદિન સુધી જિલ્લા માં કુલ 1698 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1741 પર પહોચ્યો છે.આજે વધુ 187 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:48 pm IST)