Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સાગબારાના કોલવાણમાં રહેતી પત્નીને ભરણ પોષણનો કેસ પાછો ખેંચવા ધમકી આપતા પતિ વિરુદ્ધ પત્નીની ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં પતિ પત્ની વચ્ચે ખટરાગ થયા બાદ પત્ની એ કેસ દાખલ કરતા પતિદેવે કેસ પાછો ખેંચવા ધમકી આપી હોય ત્યારે પત્ની એ પણ પતિને સબક શીખવાડવા પો.સ્ટે.માં ફરિયાદ કરતા સાગબારા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પત્ની શોભાબેન ભિમરાવ ગોઈકર પતિ સાથે માથાકૂટ બાદ તેમના માતાના ઘરે સાગબારાના કોલવાણ ગામે રહેતા હોય એમના ધરે કોઈ બીજા ભાઈ કે બહેન ન હોય, જેથી એક્લતાનો લાભ લઈ તેમની માતાના ઘરે આવીને પતિ ભીમરાવભાઈ બુધાભાઇ ગોઇકર,રહે. આસાલી પાડા,તા.નવાપુર, જિ.નંદુરબાર પત્ની ને તથા તેમની માતાને કહેતો હતો કે મારા વિરુધ્ધ સાગબારા કોર્ટમાં કરેલ ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લો તેમ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા પિયરમાં રહેતી પત્નીએ પતિ વિરુદ્ધ સાગબારા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:41 pm IST)