Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જીજ્ઞેશ મેવાણીના અલ્ટીમેટમ બાદ દારૂના અડ્ડા પર દરોડા :પોલીસ ખાલી હાથ પાછી ફરતા તર્કવિતર્ક

પોલીસ દરોડા પાડે તે પૂર્વે જ અડ્ડાવાળા સ્થળેથી દારૂના સ્ટેન્ડ બંધ :ભીનું સંકેલ્યું હોવાની ચર્ચા:ક્યાં વિસ્તારમાં દરોડા પાડ્યા તે મુદ્દે પોલીસનું મૌન

અમદાવાદ:વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સમર્થકો સાથે ગઇરાત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશને ઘેરાવ કરીને દારૂના અડ્ડા બંધ કરાવવા માંગણી કરી હતી અને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું જીજ્ઞેશ મેવાણીના અલ્ટીમેટમ બાદ પોલીસ હરકતમાં આવી અને દારૂના અડ્ડા ઉપર દરોડાની કાર્યવાહી કરી હતી પરંતુ સ્પેશિયલ ટીમે દારૂના અડ્ડા મુદ્દે ભીનુ સંકેલ્યું હોવાનું ચર્ચાઈ છે પોલીસ દારૂના અડ્ડાથી ખાલી હાથ પરત આવતા અનેક તર્કવિતર્ક શરુ થયા છે .
    જાણવા મળ્યા મુજબ અમદાવાદમાં પોલીસના દરોડા દરમિયાન કોઈ દારૂના સ્ટેન્ડ મળ્યા નથી પોલીસ દરોડા પાડે તે પૂર્વે જ અડ્ડાવાળા સ્થળેથી દારૂના સ્ટેન્ડ બંધ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જેના કારણે અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે
    અત્રે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ મેવાણીએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી. જોકે પોલીસે કયા વિસ્તારમાં દરોડા પાડયા તે મુદ્દે પણ પોલીસ ભેદી મૌન સેવીને બેઠી છે

(8:40 pm IST)