Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વડોદરાના અકોટામાં નકલી પોલીસના સ્વાંગમાં વૃદ્ધ દંપિતના સોનાના દાગીના સેરવી ગઠિયો રફુચક્કર

વડોદરા:અકોટા વિસ્તારમાં આજે સવારે એક સિનિયર સિટિઝન દંપતીને નકલી પોલીસે દમદાટી આપી બે તોલાની ચેઇન અને ચાર તોલાની બંગડીઓ લૂંટી લીધી હતી. રાજસ્થાનના અલવર ખાતે રહેતા સ્નેહલતા હર્ષનકુમાર ગુપ્તાએ પોલીસને જણાવ્યુ હતુ કે,મારો પુત્ર મનોજ બેન્ક ઓફ બરોડાની સયાજીગંજ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હોઇ હું અને મારા પતિ તા.૧૦મીએ અકોટાની સનમુનપાર્ક સોસાયટીના કિશન એવન્યુ ખાતે આવ્યા છીએ.

આજે સવારે દસેક વાગે અમે બંને પતિ-પત્ની વોક કરી પરત ફરતા હતા ત્યારે ૧૧.૧૫ વાગે માધવબાગ નજીક નીઓમી હોસ્પિટલ પાસે એક યુવકે અમને ઉભા રાખ્યા હતા.તેણે કહ્યુ હતુ કે,હમારે પુલીસ ઓફિસર સાબ આપકો બુલાતે હૈ.દંપતી તેની પાસે ગયુ ત્યારે કેપ પહેરેલ નકલી પોલીસ અધિકારીએ યહાં ગહને પહેનના મનાઇ હૈ,દો હજાર ફાઇન લગેગા. બંને ગઠિયાએ આગળ દાગીના લૂંટાતા હોવાનું કહી એક કાગળ આપ્યો હતો અને દાગીના અંદર મુકી દેવાનું કહેતા મહિલાએ બે તોલાની ચેઇન અને ચાર બંગડી કાગળમાં મુકી હતી.

ગઠિયાએ મહિલાની નજર ચુકવી બીજુ પડીકુ આપી દીધુ હતુ.જે ઘેર જઇ ખોલતા અંદર ચેઇન અને બંગડીઓ નહતી.પરંતુ તેની જગ્યાએ બગસરાની ત્રણ નકલી બંગડી હતી. જે પી રોડ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)