Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વડોદરાની ઍન. ઍસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીને બોમ્બથી ઉડાવી દેવાની આઇઍસઆઇઍસના નામે ધમકી

રાજકોટ, તા., ર૮: વડોદરામાં આવેલ  ઍમ. ઍસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીને બોîબથી ઉડાવી દેવાની આઇઍસઆઇઍસના નામથી ધમકી મળતા સનસનાટી વ્યાપી ગઇ છે.

ઍમ. ઍસ. યુનિવર્સિટીમાં ફરી ઍકવાર ભયનો માહોલ છવાઇ ગયો છે અને યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીને બોîબથી ઉડાવી દેવાની ધમકી આઇઍસઆઇઍસના નામથી આપવામાં આવતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઅો અને બોમ્બ સ્કવોડ તથા જુદી જુદી તપાસનીસ અધિકારીઅોની ટીમ વડોદરાની ઍમ.ઍસ.યુનિવર્સિટી ખાતે પહોîચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી અને ધમકી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ વડોદરા યુનિવર્સિટીમાં અજાણ્યા શખ્સોઍ પત્ર લખીને ધમકી આપી હતી.

(1:40 pm IST)