Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વિરોધપક્ષના નેતા કોણ ? પરેશ ધાનાણી, કુંવરજીભાઇ બાવળીયા કે મોહનસિંહ રાઠવા? કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં થશે ચર્ચા

અમદાવાદ : ગુજરાતમાં ભાજપની સરકારના શપથગ્રહણ થઇ ચુકયા છે બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર થતા નવા ચહેરાને વિરોધપક્ષના નેતા તરીકે સ્થાન મળી શકે છે.હાલમાં વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના પરેશ ધાનાણી ,જસદણના ધારાસભ્ય અને વરિષ્ઠ કોંગી નેતા કુંવરજીભાઇ બાવળીયા અને આદિવસી નેતા મોહનસિંહ રાઠવાના નામની ચર્ચાઓ ચાલી રહી છે જોકે આગામી બે દિવસમાં મળનાર ધારાસભ્યોની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની અને નિર્ણય લેવાની શકયતા છે હાલમાં રેશ ધાનાણી અને મોહનસિંહ રાઠવાનું નામ હાલ અગ્રેસર છે.

ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી અમરેલી બેઠક પરથી જીત મેળવનાર યુવા પાટીદાર નેતા છે. તો મોહનસિંહ રાઠવા આદિવાસી અને અનુભવી નેતા છે. તો આગામી સમય માંટે નવા ચહેરાઓ પર કોંગ્રેસ હાઈકમાન્ડ ચર્ચા કરી રહ્યું છે.

(3:37 pm IST)