Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

અમદાવાદના નરોડામાં ટ્રકની પાછળ કાર ઘુસી જતા ર ના મોત

રાજકોટ, તા., ર૮: આજે અમદાવાદના નરોડામાં ટ્રકની પાછળ કાર ઘુસી જતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આજે વ્હેલી સવારે પાંચ વાગ્યા આસપાસ નરોડા દેહ ગામ રોડ ઉપર ટ્રકની પાછળ કાર ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યકિતના મોત નિપજયા હતા. જયારે ઍક વ્યકિતને ઇજા થતા સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઅો ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અકસ્માતનો ગુન્હો નોîધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:47 am IST)