Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

શૈક્ષણિક સંસ્થાઓને મોટી ફી વસુલવા માટે ભાજપના રાજમાં છૂટો દોર મળેલ : મનીષ દોશી

અમદાવાદ, તા. ર૮ : લાખો રૂપિયાની ફી વસૂલતી મોટી મોટી અને મોંઘી મોંઘી શાળાઓની લુંટ પર લગામ લગાવતા વડી અદાલતના ચૂકાદાને આવકારતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧પ વર્ષથી ભાજપ શાસનમાં શિક્ષણ વ્યાપરના કેન્દ્રો બન્યા હતા. મોટી મોટી અને મોંઘી મોંઘી કેટલી આ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર હતા. જેનો સીધો ભોગ સામાજીક-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓ બની રહ્યા હતાં. ગુજરાતમાં મોંઘા શિક્ષણ, શિક્ષણના વેપારીકરણ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજય વ્યાપી પ્રચાર-પ્રસાદ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી-વાલીઓને શિક્ષણનો અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષે પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

ફી નિયમન કાયદાની અમલવારીમાં પણ રાજય સરકારની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી હતી જેના લીધે અનેક શહેરો-જિલ્લાઓમાં વિદ્યાર્થી-વાલીઓ અને શાળા સંચાલકો સાથે સંઘર્ષના બનાવો બન્યા હતાં. મોંઘી ફી માટે સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓ પર દબાણના અનેક ઘટનાઓને લીધે જયારે વિદ્યાર્થી-વાલીઓએ સાંભળવામાં ના આવી. ઉલટાનું સંચાલકો પ્રત્યે રહેમનજર રાખી છૂટો દોર આપ્યો તેમ મનીષ દોશી જણાવે છે.

(9:55 am IST)