Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

થરાદના ભાપડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો :૧૫૩૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપી લીધો

ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે થરાદના ભાપડી ગામની સીમમાંથી ગૌચરની જમીનમાં ૩૨ પેટીમાં રખાયેલા ૧૫૩૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને ઝડપી લીધો છે પોલીસે દારુનો જથ્થો આપી જનાર સામે પણ ગુનો દાખલ કરી છે

   જાણવા મળતી વિગત મુજબ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસના પો.સબ.ઇન્સ જી.વી.વાણીયા ઉપરી અધિકારીની સુચના મુજબ ગુજરાતમાં પ્રોહીબેશન અને જુગારના કેશો શોધવા અને પ્રવૃતી અટકાવવાના બનાસકાંઠાના પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન સાંચોર હાઇવે પર પીલુડા ગામ પાસે આવતાં તેમના બાતમીદાર પાસેથી ભગાભાઇ ધનાભાઇ જાતે રબારી (રહે ગામ ભાપડી તા.થરાદ જી. બનાસકાઠાં )ગામના ચરાડા (ગૌચર જમીન)માં ગેરકાયદેસર વિદેશી દારૂ મંગાવી તેનો નિકાલ કરવાની તજવીજ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.

    પોલીસે દરોડો પાડી ભગભાઇને ચારેબાજુથી કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને તે જે જગ્યાએ હલનચલન કરતો હતો ત્યાં પંચો સાથે તપાસ કરતાં સકુ તથા લીલા ઘાસ નીચે છુપાવેલ ૩૨ પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ ૧૫૩૬ બોટલો કુલ રૂ.૧,૫૩,૬૦૦ ની મળી આવી હતી.જે જથ્થો ક્યાંથી,કોની પાસેથી અને કેવી રીતે લાવ્યો હોવાની પુછપરછ કરતાં  ગોપાલજી (રહે.નવાપરુ નારોલી તા.થરાદ )એક કાળા કલરની બોલેરો કેમ્પર ગાડીથી આવી આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે ભગાભાઇ પાસેથી રૂપીયા ૧૧૬૦ રોકડ અને ૫૦૦નો એક મોબાઇલ પણ કબજે લીધો હતો.આ અંગેની મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરના મકુશભાઇ ડાહ્યાભાઇ આ.હઙે કોન્સ.ની ફરીયાદના આધારે થરાદ પોલીસે બંન્ને શખસો સામે ગુનો દાખલ કર્યો હતો.આ બનાવથી બુટલેગરોમાં ખળભળાટ મચવા પામ્યો હતો.

(6:05 pm IST)