Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ડીસાની મુખ્યબજારમાં રસ્તાના પોલાણમાં એક ટ્રક ફસાઈ

વગર વરસાદે રસ્તામાં ગાબડાં : ટ્રકને બહાર કાઢવા ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી

ડીસાની મુખ્યબજારમાં રસ્તાના પોલાણમાં એક ટ્રક ફસાઈ હતી વરસાદના આગમન વેળાએ રસ્તા પર ઠેર ઠેર ભૂવા જોવા મળે છે. પરંતુ વરસાદ વગર જ ડીસામાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ડીસામાં એક ટ્રક ભૂવામાં ખાબકી હતી

  ડીસાના મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટરના પોલાણમાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રક ત્યા ફસાવવાના કારણે ભારે ટ્રાફિક જામના સમસ્યા ઉભી થઈ હતી. ટ્રકને ભૂવામાંથી બહાર કાઢવા ફાયરબ્રિગેડ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી

(8:08 pm IST)