Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નવી ટેક્સટાઈલ નીતિમાં ટેક્સમાં કોઈ જ વધારો કરાયો નથી : કેન્દ્રિય ટેક્ષ ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની

મહાત્મા મંદિરમાં ટેક્સટાઈલ કોન્કલેવમાં કેન્દ્રિય ટેક્ષ ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા : ટેક્સટાઈલને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોને કાપડ મંત્રીએ આવકાર આપ્યો : ૧૭ નવા ટેક્સટાઈલ પાર્ક મંજુર કરાયા છે

ગાંધીનગર, તા. ૨૦ : વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ટેક્ષટાઈલ કોન્કલેવ અંતર્ગત આયોજિત એક્સપ્લોરિંગ ગ્રોથ પોન્ટેશિયલ ઈન ટેક્ષટાઈલ ફોર બિલ્ડિંગ ન્યુ ઈન્ડિયા વિષયક સેમિનાર યોજાયો હતો. ગુણવત્તામાં સુધારો કરી રોજગારીની તકોમાં વૃદ્ધિ કરવાની વિપુલ સંભાવનાઓ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય ટેક્ષ ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની, મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહિત ટેક્ષટાઈલ ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશદ છણાવટ કરવામાં આવી હતી. ભારત સરકારના કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટેક્ષટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે રાજય સરકારે લીધેલા નિર્ણયોને આવકારતા જણાવ્યું કે, ચરખાથી શરૂ થયેલું વણાટકામ આજે મહાકાય ટેકસટાઇલ ઇન્ડરસ્ટ્રીય સુધી પહોંચ્યું  છે, તેમાં સરકારી પ્રોત્સાટહન નીતિઓનો મહત્વનપૂર્ણ ફાળો રહ્યો છે. નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં બિલકુલ વધારો કરવામાં આવ્યોહ નથી. વર્ષ ૨૦૧૪માં ગુજરાતમાં નવ ટેક્ષટાઇલ પાર્ક હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધારો કરી ૧૭ નવા ટેક્ષટાઇલ પાર્ક મંજૂર કર્યા તેમાંથી છ કાર્યરત થયા છે. એ બાબત સરકાર ટેક્ષટાઇલ ઇન્ડ્સ્ટ્રીમના વિકાસ પરત્વેશની પ્રતિબદ્ધતા સિદ્ધ કરે છે. ગુજરાતના કચ્છ્ સ્થિત વેલસ્પ ન ગ્રુપની કામગીરીને બિરદાવતાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ભૂકંપે કચ્છાને ભાંગી નાંખ્યુમ પણ ગુજરાતીઓનો જુસ્સો અકબંધ રહયો. વેલસ્પીન ગ્રુપ આજે વિમ્બતલ્ડબન મેચથી લઇને પ્રયાગરાજ-કુંભમેળા સુધી પોતાના ટોવેલ પહોંચાડે છે. આ ક્ષેત્રમાં મેન્યુફેકરિંગ ખર્ચ ઘટાડવા અને આવક તથા રોકાણ વધારવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ટેકનોલોજી, સંસ્કોર અને સભ્યગતા એકસાથે કેવી રીતે કાર્ય કરી શકે તે ગુજરાતે સાબિત કરી બતાવ્યું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ટેક્ષટાઇલ ક્ષેત્ર રોજગારી આપવામાં હંમેશાથી અગ્રેસર રહ્યું છે. ટેક્ષટાઇલ ઉઘોગ સાથે ગુજરાત વર્ષોથી સંકળાયેલું છે, ગુજરાત ટેક્ષટાઇલનું હબ છે. ટેક્ષટાઇલ ક્ષેત્રે, એપરલ ઇન્ડસ્ટ્રીઝમાં વધુને વધુ લોકોને રોજગારી મળતી થાય તે માટે રાજ્ય સરકારે સમગ્ર દેશમાં પ્રથમ એવી ટેક્ષટાઇલ પોલીસી ઘડીને અન્ય રાજ્યોને ઉદાહરણ પુરૂ પાડયું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ટેક્ષટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે ટેક્ષટાઇલ યુનિટ શરૂ કરવા માટે લેવામાં આવતી લોન ઉપર રાજ્ય સરકાર દ્વારા છ ટકા સુધીની વ્યાજમાં સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. પાવરલૂમ યુનીટોને રાહત મળે તે માટે વીવીંગ માટે રૂા. ત્રણ અને અન્ય પ્રોસેસ માટે રૂા. બે ની વીજ બીલમાં પ્રતિ યુનીટ છૂટછાટ જાહેર કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વિવાદ નહીં સંવાદનો અભિગમ ધરાવે છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ તેને અંતિમ કરવામાં આવી છે. ૧૮૬૧માં ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થયેલી કાપડની મીલથી તેમા ક્રમશઃ વિકાસ થયો છે. સમય સાથે આધુનિકતા અપનાવી ટેક્ષટાઇલ ક્ષેત્રે ગુજરાતે ઓળખ બનાવી છે.

 

(9:56 pm IST)