Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ધોલેરામાં ૧૫૦૦ કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાશે

અંકલેશ્વરમાં ૯૨ હેક્ટર જમીન પર ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશ્નલ ઓફ એન્ડ એમ.આર.ઓ. માટેના સમજૂતી

અમદાવાદ :ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર વચ્ચે અંકલેશ્વર, ધોલેરામાં એરપોર્ટ નિર્માણ માટેના એમ.ઓ.યુ. કરાયા છે. જેમાં ધોલેરામાં રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ અંકલેશ્વરમાં ૯૨ હેક્ટર જમીન પર ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશ્નલ ઓફ એન્ડ એમ.આર.ઓ. માટેના સમજૂતી કરાર થયા હતા.

   આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં આજે ૩ એમ.ઓ.યુ. એવિએશન સેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સિવીલ એવિએશન દ્વારા પેસિફિક સ્ટેટ્સ એવિએશન આઇએનસી સાથે મહેસાણામાં પાયલોટ્સ, મેઇન્ટેનન્સ રિપેર એન્ડ ઓવરહોલ, ચાર્ટર ફ્લાઇટ્સની સર્વિસ કરી શકે તેવી ઇન્સ્ટિટયુટ સ્થાપવા અંગેના એમ.ઓ.યુ. કરાયા છે.

   આ ઉપરાંત અમેરિકાની પેરામેટ્રિક ટેક્નોલોજી સાથે વડોદરામાં એરોસ્પેસ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપવા તેમજ ઇથોપિયન એરલાઇન્સ સાથે અમદાવાદમાં સર્વિસ શરૃ કરવા અંગેના એમ.ઓ.યુ. નો પણ સમાવેશ થાય છે.

(8:43 am IST)