Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

દેશમાં ભાજપને હટાવવાની શરૂઆત :ભાજપના સાશનથી બંધારણ સંસ્થા પર જોખમ :હાર્દિક પટેલ

અમદાવાદ પરત ફરતા હાર્દિકે પોતાના લગ્ન વિષે કહ્યું મારા પરિવારને પૂછવું પડશે

અમદાવાદ :પશ્વિમ બંગાળના કોલકત્તામાં મમતા બેનર્જીની મહારેલીમાં હાજરી આપી પાસ કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદ પરત ફર્યો છે. એરપોર્ટ પર હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશમાં ભાજપને હટાવાવની શરૂઆત થઈ ચુકી છે. દેશમાં ભાજપના શાસનમાં બંધારણ અને દેશની બંધારણીય સંસ્થા પર જોખમ ઊભું થયું છે.

   હાર્દિક પટેલને તેના લગ્ન વિશે સવાલ કરવામાં આવતા તેણે પ્રતિક્રિયા પણ આવી હતી. હાર્દિકે કહ્યું કે, મારા લગ્ન અંગે મારા પરિવારને પૂછવુ પડશે.

 

(10:05 pm IST)