Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સ્કુલોમાં ટુંકમાં ફયુચરિસ્ટીક ટેકનોલોજી અમલમાં આવશે

સાયન્સ સીટી મેળાવડામાં વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ : ભવિષ્યની ટેકનોલોજી અને સંશોધનના સહારે વિદ્યાર્થીઓ ઇનોવેટિવ અને આંતરપ્નિન્યોર બનશે : રૂપાણી ઉપસ્થિત

અમદાવાદ,તા. ૨૦ :     વાયબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯ના ભાગરૂપે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે આ વખતે સૌપ્રથમવાર ફયુચરીસ્ટીક ટેકનોલોજી એકઝીબીશન યોજાયો છે, જેમાં રોજના હજારો વિદ્યાર્થીઓ મુલાકાત લઇ ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી, શોધ-સંશોધનો અને નવા પરિમાણો જોઇ મંત્રમુગ્ધ અને અભિભૂત થઇ રહ્યા છે. સૌપ્રથમવાર યોજાયેલા ફયુચરીસ્ટીક ટેકનોલોજી એકઝીબીશનમાં ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયના ગૃહસચિવ સહિતના અનેક મહાનુભાવો અને દેશભરના વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાત તજજ્ઞોએ મુલાકાત લીધી હતી અને પ્રભાવિત થયા હતા. જો કે, વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં પ્રેકટીકલી અને અનુભવની દ્રષ્ટિએ ખૂબ જ મદદરૂપ થઇ શકે તેવા સ્કાયરીમ ઇનોવેશનના વિવિધ મોડેલ્સ અને ઇનોવેશન્સ તેઓને સૌથી વધુ આકર્ષી રહ્યા છે. કારણ કે, સ્કાયરીમ ઇનોવેશનની આ ફયુચરીસ્ટીક ટેકનોલોજી અને મોડેલ્સના સહારે વિદ્યાર્થીઓ આગળ જઇ ઇનોેવટીવ અને આંતરપ્રિન્યોર બની શકે છે. દેશની લગભગ ૩૦૦ જેટલી શાળાઓમાં આ ફયુચરીસ્ટીક ટેકનોલોજી અને ઇનોવેટીવ મોડેલ્સનો પ્રેકટીકલી અમલ શરૂ કરાયો છે અને નજીકના ભવિષ્યમાં ગુજરાત રાજયની શાળાઓમાં પણ તેનો અમલ કરાય તે દિશામાં બહુ મહત્વની કવાયત હાથ ધરાઇ છે. આ માટે સ્કાયરીમ ઇનોવેશન દ્વારા રાજય સરકાર, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ગુજરાત ઇન્ફર્મેટિક્સ લિ. સહિતના સત્તાધીશો સાથે ચર્ચા વિચારણા પણ હાથ ધરી છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં આ વખતે સૌપ્રથમવાર સાયન્સ સીટી ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ વધુ મહત્વ આપી બિયોન્ડ પ્લેનેટ અર્થ થીમ પર ફયુચીરીસ્ટીક એક્ઝીબીશન યોજાયું છે, જેમાં વિદ્યાર્થીઓને સૌથી વધુ આકર્ષી રહેલા સ્કાયરીમ ઇનોવેશનના મોડેલ્સ અને ટેકનોલોજી અંગે તેના સીઇઓ સંતોષકુમાર મિશ્રા અને ગુજરાત હેડ મોહિત સીંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેથેમેટીક્સ, ફીઝીક્સ, આર્ટસ, ડિઝાઇનીંગ સહિતના ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આ ફયુચીરીસ્ટીક ટેકનોલોજી એકઝીબીશન બહુ માર્ગદર્શક અને જ્ઞાનવર્ધક બની રહે તેવો છે. આ મેળાવડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી, શોધ-સંશોધન અને સુવિધાઓ-ઇનોવેશન્સ વિશે જાણવા મળે છે. સ્કાયરીમ ઇનોવેશનની વર્ચ્યુઅલ રિઆલિટી, આઇરીમ હ્યુમનોઇડ, રોબોટીક્સ, આઇરીમબોટ, રિચેક, થ્રીડી પ્રિન્ટર, રોબોટીક કીટ, ઓગ્મેન્ટેડ રિઆલિટી, આઇઓટી(ઇન્ટરનેટ ઓફ થીંગ્સ) સહિતના મોડેલ્સ અને ઇનોેવેશન્સ વિદ્યાર્થીઓને સૌથી વધુ આકર્ષી રહ્યા છે. અત્યારસુધીમાં ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્કાયરીમ ઇનોવેશન્સની મુલાકાત લઇ ચૂકયા છે. 

સ્કાયરીમ ઇનોવેશનના સીઇઓ સંતોષકુમાર મિશ્રા અને ગુજરાત હેડ મોહિત સીંગે વધુમાં જણાવ્યું હતું કે, સ્કાયરીમ ઇનોવેશન્સની આ ઇનોવેટીવ મોડેલ્સ અને પ્રોડક્ટ શાળાઓમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહી પરંતુ શિક્ષકો અને પ્રોફેસરોને મદદરૂપ બની શકે છે. ખાસ કરીને થિયરી ઉપરાંત વિદ્યાર્થીઓને જે તે વિષયના જ્ઞાન અને સમજ માટે પ્રેકટીકલ-વ્યવહારિક જાણકારી અને અનુભવ મળી શકે છે, જેને પગલે વિદ્યાર્થીને તે વસ્તુ સરળતાથી યાદ રહી જાય છે અને તે અભ્યાસમાં આગળ વધી શકે છે. જે આગળ જઇ તેને ઇનોવેટીવ અને આંતરપ્રિન્યોર બનવામાં મદદરૂપ થાય છે. સ્કારીયમ ઇનોવેશનની આ અનોખી અને ઉપયોગી પ્રોડક્ટ્સ-મોડેલને લઇને આ એકઝીબીશનમાં તેને બેસ્ટ એજયુકેશનલ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. સ્કાયરીમ ઇનોવેશન દ્વારા પ્રાથમિકથી લઇ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને હાયર એજયુકેશન સુધીના શિક્ષણમાં ઉપયોગી થઇ શકે તે પ્રકારની પ્રોડકટ વિકસાવાઇ છે.ફયુચરીસ્ટીક ટેકનોલોજીનો અમલ હાલ દેશની ૩૦૦ શાળાઓમાં  અટલ ટીકરીંગ લેબ યોજના હેઠળ અમલ શરૂ કરાયો છે અને નજીકના ભવિષ્યમાં ગુજરાત રાજયની ખાનગી અને સરકારી શાળા-કોલેજોમાં પણ તેનો અમલ થાય તે દિશામાં હકારાત્મક ચર્ચા વિચારણા રાજય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ સાથે હાથ ધરાઇ છે.

(9:57 pm IST)