Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગોધરામાં નશીલી દવાઓની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ : SOGએ કૈફી દ્રવ્યો મુદામાલ સાથે બે શખ્શોની કરી ધરપકડ

હુસેની મસ્જીદ પાસે રહેણાંક મકાનમાં એસઓજીએ દરોડા પાડીને નશીલી દવા જપ્ત કરી એફએસએલ પરીક્ષણ કરાવ્યું

ગોધરામાં કેટલીક કેફી દ્રવ્યો ઓષધ અને નશીલી દવાઓનું ગેરકાયદે વેચાણ અને ખુલ્લેઆમ નશીલી દવાઓનું હેરાફેરી કરી રહ્યા છે અને આવી નશીલી દવાઓનું ઉત્પાદન ઉપર અટકાયત માટે પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ આઇજી મનોજકુમાર શશીધર અને જિલ્લાના પોલીસ વડા ડૉ લીનાબેન પાટીલ એ ગોધરા એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર કે પી જાડેજા ને સુચના આપવામાં આવી હતી.

જેથી પોલીસ ઈન્સ્પેક્ટર કે પી જાડેજા એ ખાનગી રાહે બાતમી આધારે એસઓજી પીએસઆઇ આર આર ગોહિલ અને બી ડિવિઝન પીએસઆઇ એન એમ રાવત સાથે મળી ને ગોધરાના ખાડી ફળિયા વિસ્તાર પાછળ આવેલ હુસેની મસ્જીદ પાસે રહેણાંક મકાન માંથીChlorpheniramine maleate & codeine phosphate syrup cold power ની બોટલ નંગ 52 જેની કિમંત ૬૨૪૦ સાથે સાજીદ ઈકબાલ મમદુ અને તેના મિત્ર ફરદીનખાન ફિરોજખાન પઠાણ ની અટકાયત કરી હતી અને codeine દવાને FSL ના અધિકારીને બોલાવી પરીક્ષણ કર્યું હતું.

 જેમાં નાકોટ્રી કસ પદાર્થ શ્રેણી નો સમાવેશ થાય છે જેના કારણે ખાડી ફળિયા વિસ્તાર હુસેની મસ્જીદ પાસે રહેતા સાજીદ ઈકબાલ મમદુ અને તેના મિત્ર ફરદીનખાન ફિરોજખાન પઠાણ ની અટકાયત કરી એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

(7:38 pm IST)