Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરતમાં જૈન સાધ્વીઓ શીખી રહ્યાં છે સેલ્ફ ડિફેન્સ ગોપીપુરા જૈન ઉપાશ્રયમાંસ્વરક્ષણની તાલીમ

સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારના એક ઉપાશ્રયમાં થોડા દિવસો પૂર્વે રાત્રિના સમયે પહેલા માળેથી કૂદી ઉપાશ્રયમાં ઘૂસેલા યુવાને સાધ્વીજી મહારાજની છેડતી કરી હોવાની ઘટના બની હતી. જેના અનુસંધાને હવે પછી સાધ્વીજી મહારાજને સ્વરક્ષણની તાલીમ આપવાનું જૈન શ્રેષ્ઠીઓએ નક્કી કર્યું હતું. જેનો પ્રારંભ ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં કરવામાં આવ્યો છે.

 દેશભરમાં કોઇ જગ્યાએ આ રીતે જૈન સાધ્વીજી મહારાજને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવતી હોય તેવું ધ્યાનમાં નથી. સંભવતઃ આ પ્રથમ કિસ્સો છે. જેમાં સાધ્વીજી મહારાજને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. લાઠી દાવ સહિતના અનેક દાવ સાધ્વીજી મહારાજને શિખવવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઇને મોટા દાવાઓ કરવામાં આવે છે અને રાત્રે 12 વાગ્યે પણ ગરબા ગાઇને મહિલાઓ ઘરે જઇ શકે છે તેવા નિવેદનો પણ નેતાઓ કરતા આવ્યા છે

(9:11 pm IST)