Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વલસાડમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું :આઈ આઈ સેલે ત્રણ ટેન્કર,એક ટેમ્પા સાથે બે આરોપીને ઝડપ્યા :1,41 કરોડનો મુદામાલ જપ્ત

વલસાડઃ શહેરમાં આવેલી વંશ હોટલ પર ચાલતું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. આર.આર સેલની ટીમે બાતમીના આધારે રેડ કરીને ત્રણ ટેન્કર અને 1 ટેમ્પા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે કેમિકલ  માફિયા દ્વારા ટ્રકના ચાલક અને ક્લિનર સાથે મળીને કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. PTA પાઉડર ભરીને હજીરાથી સેલવાસ જતા ટેન્કરોમાંથી ચોરી કરવામા આવતી હતી

  . આર આર સેલની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરતા જ કેમિકલ માફિયાઓ ફરાર થઈ ગયા છે. આ દરોડામાં કુલ 1 કરોડ 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ કરતા જ આરોપીઓ ભાગી છુટ્યા હતા. . જો કે પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે.

 

(9:04 pm IST)