Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરતના વેસુમાં જમીન માલિક પાસેથી બનાવટી વીલ બનાવી 40 કરોડ પચાવવાની કોશિષ કરનાર વિરુદ્ધ ફરિયાદ

સુરત:વેસુમાં આવેલી રૂ.૪૦ કરોડની કિંમતની જમીનના માલિક પારસી નિઃસંતાન ગુજરી ગયા બાદ તેમના નામનું બનાવટી વીલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજુ કરીને જમીન પચાવી પાડવાની કોશિષ થઇ હોવાની છ વિરૂધ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. 

વેસુના રેવન્યુ સર્વે નં.૨૧૧ રી સર્વે નં.૧૦૭-૧ વાળી ૩૩૧૩ ચો.મી જમીનની માલિકી સોરાબજી દોરાબજીની હતી.તેઓ નિઃસતાન હતા.તેમના અવસાન બાદ આ જમીનમાં કુદરતી વારસદાર તરીકે તેમનો ભાણેજ પરવેઝ અરદેશર ભાઠેના (ઉ.વ.૭૩  રહે.અનુપમ હાઇટસ, સોમેશ્વરની બાજુમાં, વેસુ) અને ૩૭ વારસદારના નામ આવે છે. દરમિયાન ૨૦૧૫માં સોરાબજીની જમીનના વીલ બાબતે જાહેર નોટીસ છપાઇ હતી.તેની સામે પરવેઝ ભાઠેનાએ વાંધો લીધો હતો. તેમ છતાં સિરાઝ નામના વ્યકિતએ અન્ય આરોપીની મદદથી બનાવટી વીલ બનાવીને સોગંદનામા સાથે સબ રજિસ્ટ્રારમાં રજુ કર્યુ હતું. આ બનાવટી વીલ વકીલ સલીલ કિનખાબવાલાની ઓફિસમાં પાછલી તારીખમાં તૈયાર કરાયું હતું. 

(5:09 pm IST)