Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કરજણમાં છેતરપિંડીના ગુનાહમાં વધારો: 10 યાત્રાળુઓ પાસેથી 8.50 લાખની છેતરપિંડી કરનાર ચાર સંચાલક વિરુદ્ધ ફરિયાદ

કરજણ: તાલુકાના બામણગામનાં ૧૦ વ્યક્તિએ સુરત શહેરા પ્રાંત સંઘે યોજેલી માનસરોવરની ટૂરમાં વ્યક્તિદીઠ રૂા.૮૫ હજાર ભર્યા બાદ યાત્રા નહીં કરાવતાં તેમણે ભરેલા કુલ રૂા.૮.૫૦ લાખ પાછા આપવાની માગણી છેલ્લા છ માસથી કરતાં અને સંઘે ફાવે તે કરી લેજો એમ કહેતાં યાત્રાસંઘના ચાર સંચાલકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

યાત્રાળુઓના છ માસના સતત પ્રયાસ પછી થાય તે કરી લેજો તેવું સંભળાવી દેતાં ચાર સંચાલક વિરૂધ્ધ ફરિયાદ

સુરતમાં ૧૨ રાધેશ્યામ ટાઉનશિપ એલ.પી. સવાણી રોડ ખાતે સહેરા પ્રાંત યાત્રા સંઘનાં સંચાલક રવિશંકર ચુનીલાલ પાલીવાળા (મહેતા) તેમની પત્ની મિનુબેન પાલીયા વાળા ટ્રસ્ટી અરવિંદ અમૃતલાલ કોઠારી (રહે. ૪૦૬ દેવકુટીર એપાર્ટમેન્ટ અઠવા લાઇન સુરત) અને અશોક સૂર્યવંશી વિગેરેએ સહેરા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કૈલાસમાન સરોવર યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં વ્યક્તિદીઠ રૂા.૮૫,૦૦૦ જમા કરાવવાનું નક્કી કરી ૧૬ દિવસની યાત્રા રાખી હતી. 

(5:02 pm IST)