Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વડોદરામાં ડેપોમાં ભીડનો લાભ લઇ ગઠિયાએ મહિલાનો અછોડો સેરવ્યો

વડોદરા:શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના પ્લેટફોર્મ-૧૧ પર વહેલી સવારે આવેલી બસમાં બેસવા માટે થયેલી ભીડમાં ગઠિયાઓ મોડાસામાં રહેતી વૃધ્ધાનો ૬૪ હજારનો અછોડો સેરવી લીધો હતો. 

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતાં ૬૪ વર્ષીય જ્યોત્સનાબેન ચંદુલાલ ભાટિયા વ્યવસાયે ગૃહિણી છે અને પરિવાર સાથે રહે છે. ગત ૧૬મી તારીખે તે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ગોયેગટ ચોકી પાછળ રહેતી પુત્રીને મળવા માટે પતિ આવ્યા હતા. પુત્રીના બે દિવસ રોકાઈને તે ગઈ કાલે સવારે વતનમાં જવા માટે નીકળ્યા હતા. સવારે છ વાગે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો પર પ્લેટફોર્મ નંબર-૧૧ પર વડોદરાથી મોડાસા જતી બસમાં આવતા તેમાં બેસવા માટે ભીડમાં ધક્કામુક્કી થઈ હતી.

આ બસમાં જવા માટે જ્યોત્સનાબેન ભીડમાં ફસાતા કોઈ ગઠિયાએ તેમના પહેરેલો સોનાનો ૪૨ હજારની કિંમતનો દોઢ તોલાનો અછોડો સેરવી લીધો હતો અને પલાયન થયો હતો. આ બનાવની જાણ થતાં તેમણે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 

(5:02 pm IST)