Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમદાવાદના થલતેજમાં વિદેશી કંપનીઓ ખોલી યુવકો સાથે 82 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદથલતેજમાં રહેતા અને વિદેશમાં કંપની ખોલી ધંધો કરવા માંગતા યુવક સાથે ૮૨ લાખની છેતરપિંડી કરનારા શખ્સ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 આ બનાવની વિગત મુજબ બી.સી.એ થયેલા અને કન્ટ્ર્કશનનું કામ શીખતા પલાશ પંડયાને વિદેશમાં સ્થાયી થઈને ધંધો કરવો હતો. આથી તેના પિતા રાજેશભાઈએ તેમના ઓળખીતા મારફતે થલતેજમાં ટાઈટેનીયમ સ્ક્વેરમાં ઓફિસ ધરાવતા ધનંજય પરીખનો સંપર્ક કર્યો હતો. ધનંજય પરીખનો પુત્ર શિવમ જર્મનીમાં વેપાર કરતો હતો. આથી તેમણે રાજેશભાઈને પલાશને જર્મનીમાં સેટ કરી દેશે એમ કહ્યું હતું.

(5:00 pm IST)