Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

હજ ફોર્મ સ્વીકારવાની મુદ્દતમાં ૧૨-૧૨-૨૦૧૮ સુધીનો વધારો

અમદાવાદ તા. ૧૯: ગુજરાત રાજય હજ સમિતિ મારફત વર્ષ ૨૦૧૯માં હજયાત્રાએ જવા ઇચ્છુક હજ અરજદારો માટે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૭-૧૧-૨૦૧૮ હતી તેની મુદ્દત વધારીને તા. ૧૨-૧૨-૨૦૧૮ સુધી કરવામાં આવી છે.

હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઇ દ્વારા હજ ૨૦૧૯ માટેના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખમાં વધારો કરવાની સાથે હજ અરજદારોની પાસપોર્ટની વેલિડીટી તા. ૩૧-૧-૨૦૨૦ સુધીની હોવી જોઇએ તેમજ નવા પાસપોર્ટ તા. ૧૨-૧૨-૨૦૧૮ પહેલા ઇશ્યુ થયેલા હોવા જોઇએ. આ ઉપરાંત અન્ય શરતો યથાવત રહેશે. એમ યાદીમાં જણાવાયું છે.

(12:51 pm IST)