Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

૩૫ કિલોની મર્યાદા દૂર, બારદાનમાં ૩૦ કિલો મગફળી ભરાશેઃ જયેશ રાદડિયા

રાજકોટ તા.૧૯: રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદતી વખતે બારદાનમાં ૩૫ના બદલે ૩૦ કિલો મગફળી ભરવાની છુટ આપી છે. મોટી મગફળી બારદાનમાં ૩૫ કિલો ભરીને મશીન સિલાઇ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી ખેડૂતોએ ૩૦ કિલો ભરવાની છુટ આપવા માંગણી કરેલ તે સરકારે સ્વીકારી છે. વજનમાં માથાકૂટ કે વિસંગતતા ન રહે તે માટે તમામ કેન્દ્રો પર ૩૦-૩૦ કિલોમાં જ બારદાન ભરવામાં આવશે. બારદાન વધી જવાથી થનાર વધારાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

રાજયના નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશ રાદડિયાએ સરકારના ઉપરોકત નિર્ણયની જાહેરાત કરી તમામ કલેકટરોને જરૂરી સૂચના આપી છે.

(12:49 pm IST)