Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સરકારી કચેરીમાં મિની વેકેશન, ચાર દિવસ રજા

બુધરવારે ઇદે એ મિલાદ,શુક્રવારે ગુરૂનાનક જયંતિ, તેમજ ચોથો શાિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા રહેશે ત્‍યારે ગુરૂવારે એક દિવસ માટે રજા મુકી દેવામાં આવે તો બુધવારથી સળંગ રવિવાર સુધી સરકારી બાબુઓ માટે પાચ ંદિવસના મિની વેકેશન મોજ માણી શકાય તેમ છે

અમદાવાદ તા ૧૯ : આ આખુ અઠવાડીયુ ંસરકારી કચેરીઓમાં મિની વેકેશનનો માહોલ રહેશે. કેમકે સપ્‍તાહમાં સાત દિવસમાંથી ચાર દિવસ જાહેર રજા છે. બુધરવારેે ઇદે એ મિલાદ,શુક્રવારે ગુરૂનાનક જયંતિ, તેમજ ચોથો શનિવાર હોવાથી સરકારી કચેરલઓમાં રજા રહેશે ત્‍યારે ગુરૂવારે એક દિવસ માટે રજા મુકી દેવામાં આવે તો બુધવારથી સળંગ રવિવાર સુધી સરકારી બાબુઓ માટે પાચ ંદિવસનામિની વેકેશન મોજ માણી શકાય  તેમ છે.

દિવાળીની રજા બાદ શહેર હજુ પણ ધમધમતુ થયું નથી ત્‍યા આ સપ્‍તાહમાં ઇદ એ મિલાદ અને ગુરૂનાનક જયંતિ આવતા સરકારી બાબુઓન. બખ્‍ખાં થઇ ગયા છે. ગત સપ્‍તાહે પાંચથી છ દિવસની રજા ભોગવ્‍યા બાદ શુષ્‍ક માહોલ વચ્‍ચ ેએક સપ્‍તાહ કામગીરી કરી હવે ફરી પાછું પાંચ દિવસનું મિની વેકેશન સરકારી બાબુઓને મળશે કેમકે, આ સપ્‍તાહમાં બુધવારે ઇદ એ મિલાદ છે, ત્‍યારબાદ શુક્રવારે ગુરૂનાનક જયંતિ જાહેર રજા છે.ત્‍યારબાો ચોથો શનિવાર હોવાથી રજા અને રવિવારે પણ રજા રહેશે. હવે જો મિની વેકેશનની મજા માણવા ઇચ્‍છતા સરકારી બાબુઓ બુધવાર બાદ ગુરૂવારે રજા મુકી દે તો બુધવારથી સળંગ રવિવાર સુધી રજામળી જશે. આમ સાત દિવસમાંથી પાંચ દિવસ રજાનો લાભ ઉઠાવી શકાશે.

(11:25 am IST)