Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શંકરસિંહની PMને ચેલેન્‍જ, કહ્યું ભાજપ - RSSમાં કોઇ મુસ્‍લિમને બેસાડીને બતાવો

સુરતની પત્રકાર પરિષદમાં શંકરસિંહએ આરએસએસ પર આકરા પ્રહારો કર્યા

સુરત તા. ૧૯ : સુરતમાં પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહા વાઘેલાએ આરએસએસ અને મુસ્‍લિમો પર નિવેદન આપીને વિવાદને નવુ સ્‍વરૂપ આપ્‍યું છે. સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ આરએસએસ પર શબ્‍દોના આકરા બાણથી પ્રહાર કર્યા હતા. શંકરસિંહે કહ્યું હતું કે, કોંગ્રેસ અને ગાંધી પરિવારની વાતો થતી હોય ત્‍યારે ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ પદે અને સંઘના નાગપુર ખાતેના રેશમબાગમાં વડા તરીકે ભાગવતને બદલે મુસ્‍લિમને વડા બનાવવાની વાત છેડી હતી. સંઘમાં લઘુમતી શાખા છે જ ત્‍યારે અંદરથી શા માટે મુસ્‍લિમ સભ્‍યને વડા બનાવાતા નથી.

પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહે મોદી સરકારને ચેલેન્‍જ આપતા કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાનને કહેશે કે સંઘના વડા ભાગવતને બદલે કોઈ મુસ્‍લિમને બનાવો. બીજેપી હેડ ક્‍વાર્ટરમાં પણ મુસ્‍લિમ બેસાડો. શંકરસિંહના આ નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઉપરાંત તેમણે ઈવીએમ અંગે કહ્યું હતું કે, ઇવીએમ માટે પત્ર લખ્‍યો છે જે રાષ્ટ્રપતિ ને પણ પહોંચડાઈ છે. ઇવીએમ મશી પ્રત્‍યે લોકોને શંકા ઉભી થઇ રહી છે. ૨૦૧૯માં ઈલેક્‍શન કમિશનને ઇવીએમ હટાવી બેલેટ પેપર ઇલેક્‍શન કરવા અમે સૂચવ્‍યું છે. સુપ્રિમ કોર્ટ પણ પેપર ટ્રેઇ રાખવા જણાવ્‍યું છે. રી કાઈન્‍ટિંગ પટ્ટીઓથી કરો. ભલે ગણતરીમાં ૨ દિવસ લાગે. આ અંગેની નકલ બધા જ રાજયોના વડાને મોકલી આપી છે.

મધ્‍યપ્રદેશમાં હું ભાજપની હાર જોઉં છું, અને ૨૦૧૯માં યુપીએ સરકાર સત્તા પર આવશે તેવુ નિવેદન પણ પૂર્વ મુખ્‍યમંત્રીએ આપ્‍યું હતું. તો બીજી તરફ ખેડૂતોની પરિસ્‍થિતિને લઈ કહ્યું હતું કે, ખેડૂતો સરકારની નીતિને લઈ આપઘાત કરી રહ્યા છે. મગફળીને લઈ કોણ ખરીદશે, ક્‍યારે ખરીદશે એ સરકાર જણાવે. ફક્‍ત ખેડૂતોને ખુશ કરવા આ જાહેરાત કરાઈ છે. ખેડૂતોમાં ભડકો થશે તો સરકારને દઝાડશે. દૂધના ભાવમાં પણ એમએસપી કરવું જોઈએ. સરકારે સબસીડી આપવી જોઈએ.

(11:24 am IST)