Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગણદેવીના કેસલી ગામે પહોંચ્યું જાપાની પ્રતિનિધિમંડળ : બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે નકશા -સ્થળનું નિરીક્ષણ કર્યું

ગણદેવી :મોદી સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ આપવાના પ્રયાસો થઇ રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકાનાં કેસલી ગામે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના જાપાની પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી.

  બુલેટ ટ્રેન પ્રોજેકટના ડે.મેનેજર ડી.પી.સિંગ સાથે જાપાની અધિકારીઓએ નકશા, ડ્રોઈંગ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારતીય અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. મુલાકાત દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

(9:03 pm IST)