Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ડાંગ જિલ્લામાં ગરબા રમવા ગયેલ તરુણીને જંગલમાં લઇ જઈ બે શખ્સોએ બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ

ડાંગ:જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં નવરાત્રિમાં ગરબા રમ્યા બાદ બે તરૂણીને ગારખડી ગામના જંગલમાં લઈ જઈ બે યુવાનોએ બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે સંબંધીના પુત્ર સહિત ત્રણ યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામની બે તરૂણી તા. ૧૪-૧૦-૧૮ નાં રોજ બાજુનાં ગામમાં ગરબા રમવા ગઈ હતી. તેમના સંબંધીનાં દિકરા વસંત ગોવિંદ ખાબડે (રહે. માંદલબારી, તા.આહવા) ગરબા રમ્યા બાદ ઘરે મુકી જવાની બાહેંધરી લીધા બાદ બંને તરૂણીને બે યુવાનોને સોંપી દીધી હતી. રાહુલ અને અન્ય એક યુવાન બંને તરૂણીને ગારખડી ગામના જંગલમાં સુમસામ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. 

(5:49 pm IST)