Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વડોદરામાં બંધ મકાનમાંથી તસ્કરોએ 20 તોલા દાગીનાની ચોરી કરી

 વડોદરા:વાડી ભાસ્કર ફળિયામાં રહેતા નર્મદા નહેર સિંચાઈ વિભાગના સુપરવાઈઝર નવરાત્રિની પૂજા માટે વતન ગયા હતા. તે દરમિયાન તસ્કરો બંધ મકાનમાંથી રૃપિયા ૪.૩૪ લાખના દાગીના ચોરી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે વાડી ભાસ્કર ફળિયા રહેતા ભીખાભાઈ અમરાભાઈ ખટાણા વાઘોડિયા ડિવિઝનના નર્મદા નહેર અને સિંચાઈ વિભાગમાં સુપરવાઈઝર છે. ગઇકાલે બપોરે બે વાગ્યે તેઓ મકાન બંધ કરીને પરિવાર સાથે નવરાત્રિની પૂજા માટે વતન આમોદ ગયા હતા. તે દરમિયાન ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તોડી અંદર ઘૂસ્યા હતા. અને તિજોરીના ચોરખાનામાં મૂકેલા સોના ચાંદીના દાગીના મળીને કુલ રૃપિયા ૪,૩૪,૫૦૦ની મત્તા ચોરી ગયા હતા. તસ્કરો અંદાજે ૨૦ તોલા સોનાના દાગીના તેમજ ૯૦૦ ગ્રામ ચાંદીના દાગીના ચોરી ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

(5:49 pm IST)