Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમદાવાદમાં અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં ટ્રેકટર ચાલકનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:શહેરમાં અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો બન્યા હતા. જેમાં સરખેજમાં પુરપાટ ઝડપે જઈ રહેલી લક્ઝરી બસએ ટ્રેક્ટરને ટક્કર મારતા તેના ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે સેટેલાઈટમાં ગરબો પધરાવી ઘરે જઈ રહેલા દંપતીને બાઈકે અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા થતા ત બેભાન થઈ ગઈ હતી. જ્યારે એસ.જી.હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી.  પ્રથમ બનાવની વિગત મુજબ સરખેજ ધોળકા રોડ પર આવેલ ક્રિશ્ના વે-બ્રિજમાં ડ્રાયવર તરીકે કામ કરતા નુરભાઈ ઊર્ફે નરેશભાઈ આદીવાસી (૩૮) કંપનીનું ટ્રેક્ટર લઈને બેટરી રિપેરીંગ માટે સરખેડ સાણંદ રોડ ગયા હતા.

(5:48 pm IST)