Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

MDRF અને ICMR દ્વારા ડાયાબીટીસ- પ્રિડીયાબિટીસ અંગે ડેટા મેળવ્યો

અમદાવાદ, તા.૨૦ : મોહન્સ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશને (MDRF) હાલમાં દેશમાં ડાયાબીટીસ અને પ્રિ-ડાયાબીટીસની પ્રવર્તમાન સ્થિતિ અંગે રાષ્ટ્રિય અભ્યાસ હાથ ધરી ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), નવી દિલ્હીના સહયોગથી ડેટા એકત્ર કરી રહ્યું છે. આઈસીએમઆર - ઈન્ડિયાબી દ્વારા સમાજના વિવિધ વર્ગોમાં ૨૦ થી વધુ વયના લોકોનો ધેર દ્યેર ફરીને અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં દેશનાં ૨૮ રાજયો અને દિલ્હીની નેશનલ કેપિટલ ટેરીટરી (NCT) અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧,૨૪,૦૦૦ વ્યકિતઓનુ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. દરેક રાજય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૪,૦૦૦ વ્યકિતઓનો ભ્યાસ કરવામાં આવશે.

આ અભ્યાસ ૩ તબક્કામાં હાથ ધરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ચાર રાજયોના ઉત્ત્।ર ચંદીગઢ, દક્ષિણ તામિલનાડુ, પશ્યિમ મહારાષ્ટ્ર અને ઈસ્ટ ઝારખંડને આવરી લઈ ત્યાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બીજા તબક્કામાં ભારતનાં ઉત્ત્।ર પૂર્વનાં ૮ રાજયોને આવરી લેવામાં આવ્યાં છે અને ત્રીજા તબક્કામાં ભારતનાં બાકીનાં રાજયો આવરી લેવામાં આવ્યા છે. દિલ્હીની નેશનલ કેપિટલ ટેરીટરી (NCT)માં હાલમાં આ કામગીરી ચાલી રહી છે. (૩૭.૬)

(3:59 pm IST)