Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અબુધાબીમાં નોકરી અપાવવાના બહાને 8 યુવકો પાસેથી 2.46 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ફરિયાદ

વડોદરા:અબુધાબીમાં નોકરી અપાવવાને બહાને ૮ યુવકો પાસે એક ભેજાબાજે રૃા.૨.૪૬ લાખ પડાવી લઇ ઠગાઇ કરતાં સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

છાણીમાં રહેતા અને પૂજાપાઠ કરતા વિવેક મહેશભાઇ પંડયાએ પોલીસને જણાવ્યું છે કે,મેં વર્ષ-૨૦૧૪માં ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કર્યો હોઇ સારી નોકરીની શોધમાં હતો.

દશરથમાં રહેતા મારા મિત્ર પાર્થ પ્રદિપભાઇ કાળેએ પણ ફાયર સેફ્ટીનો કોર્સ કર્યો હોઇ તેણે રાકેશ જશુભાઇ પઢિયાર(રહે.અનગઢ ફળિયું, ગોરવા) નામનો મિત્ર વિદેશમાં નોકરી અપાવે છે અને આપણને અબુધાબીમાં ફાયર સેફ્ટીની સારી નોકરી અપાવશે..તેવી વાત કરી હતી.

(4:55 pm IST)