Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

લોકોના જાનમાલના રક્ષણમાં સરકાર નિષ્ફળ કામગીરી માત્ર કાગળ પર : વિપક્ષી નેતાના ચાબખા

એરલીફટીંગની માંગણી અંગે તંત્રએ ધ્યાન જ ન આપ્યું : પરેશ ધાનાણી

અમદાવાદ તા. ૧૮ : ગુજરાતમાં મેઘરાજના કહેર સામે સરકાર તંત્ર વામણુ પુરવાર થયું છે. પૂર કે અતિવૃધ્ધિ માટે લાંબાગાળાનું આયોજન જરૂરી હતું. આગોતરી વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર અને તંત્ર સદંતર નિષ્ફળ નિવડી છે. સરકારી આયોજનો માત્ર કાગળ ઉપર રહી ગયા છે તેવા ચાબખા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માર્યા છે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના મહત્ત્।મ ખેતીલાયક વિસ્તારમાં સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલ સરકારના કારણે આકાશી રોજી ઉપર નબતો ખેડૂત આગોતરૂ વાવેતર કરી શકયો નહીં. ઋતુચક્રના નિયમ મુજબ દરેક ચોમાસો ખુશીની સાથે કયારેક વણમાંગી આફત પણ આવતી રહી છે અને કુદરતી આપત્ત્િ।ઓ સામે સામાન્ય માણસના જાનમાલને રક્ષણ પુરૃં પાડવા માટે સરકાર દ્વારા કાગળ ઉપર સચોટ આયોજનો થાય છે પરંતુ કામગીરીમાં નિષ્ફળ નીવડે છે. છેલ્લા ત્રણ દિવસના મતવિસ્તાર અમરેલીના પ્રવાસ દરમ્યાન જાણવા મળ્યું કે, અમરેલી જિલ્લાના વડામથકથી ૧પ કિ.મી. દુર બાબાપુર ગામના પાદરમાં સાંકલી નદીના પુલ ઉપર અચાનક આવેલ પુરને કારણે કિંમતી માનવ જિંદગી ફસાયેલ હતી. સ્થાનિક વહીવટીતંત્રને તે અંગે જાણ કર્યા પછી પણ બે-અઢી કલાકે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી શકી પરંતુ કુશળતા આયોજનના અભાવ કે શિથિલતાના કારણે ટીમની હાજરીમાં સામાન્ય વ્યકિતએ પુરના પ્રવાહમાં તણાઈને જીવ ગુમાવવો પડયો. આવા જ બીજા બનાવમાં કુંકાવાવ વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે વોકળા પરથી મોટર સાયકલ લઈ પસાર થતો યુવાન તણાઈ ગયા બાદ તંત્રને જાણ કર્યા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાતા બીજા દિવસે યુવાનની લાશ મળી આવી હતી.

(4:02 pm IST)