Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વેઇટીંગલિસ્ટના વધુ ૮૮ હજયાત્રી સિલેકટ

ગુજરાત રાજય હજ કમિટી મારફત જનારા

અમદાવાદ તા.૧૮: હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચાલુ વર્ષે હજયાત્રાએ જવા ઇચ્છુક ગુજરાતના વેલટીંગ લીસ્ટ ૧૦૨૯ થી ૧૧૧૭ સુધીના ૮૮ યાત્રીઓનું પ્રીવિઝનલ સિલેકશન કરવામાં આવ્યું છે. જેમણે એઝીઝિયા માટે કુલ રૂ. ૨૧૯૯૫૦ તથા કુર્બાની માટે વિકલ્પ આપેલ હોય તો રૂ. ૮૫૦૮ હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતે મોડામાં મોડા તા. ૨૧/૭/૧૮ સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.

બેંક ઓફ ઇન્ડિયાની (કોર ગ્રુપની) કોઇપણ શાખા દ્વારા હજ કમિટી ઓફ ઇન્ડિયાના ખાતા નં. ૩૨૧૭૫૦૨૦૦૧૦ અથવા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની કોઇપણ શાખામાં હજ કમિટી ઓફ ઇન્ડિયાના ખાતા નં.  ૩૧૮૭૦૨૦૧૦૪૦૬૦૦૯ માં ભરવાના રહેેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઇના સરકયુલરમાં જણાવ્યા મુજબ(૧)  અન્ડરટેકિંગ ફોર્મ, (ર) પે-ઇન-સ્લીપની ઓરિજનલ કોપી, (૩) ઓરિજનલ પાસપોર્ટ, (૪) પાસપોર્ટ સાઇજનો એક કલર ફોટો તેમજ (પ) મેડિકલ સર્ટી ફીટનેસ સર્ટીફિકેટ (એમ.બી.બી.એસ. અથવા ગર્વમેન્ટ ડોકટર દ્વારા પ્રમાણિત), ફકત હજ હાઉસ, કાલુપુર અમદાવાદને મોડામાં મોડું તા. ૨૧/૭/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉકત પૈસા ભર્યાની પે-ઈન-સ્લીપ તથા મેડિકલ સ્ક્રિનિંગ અને ફીટનેસ સર્ટી હજ ગાઇડલાઇન્સ ફોર્મમાંથી મેળવી લેવા અથવા હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતેથી રૂબરૂમાં મેળવી લેવા વિનંતી છે. પૈસા ભરવાની સ્લીપમાં બેંક રેફરન્સ નંબર લખવો ફરજીયાત છે.

(3:48 pm IST)