Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ચિત્રકલામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 'હીરામણિ'ની તમન્ના ઠાકોર પ્રથમઃ નરહરિ અમીનના હસ્તે સન્માન

અમદાવાદઃ કેમલ આર્ટ કોન્ટેસ્ટ (વર્લ્ડ લારજેસ્ટ આર્ટ કોન્ટેસ્ટ)નો આંતરરાષ્ટ્રીય લેવલનો ગ્રાન્ટ ફિનાલે રાઉન્ડ મુંબઇ ખાતે યોજાઇ ગયો. આ રાઉન્ડમાં હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તમન્ના એમ.ઠાકોર (સિનિ.કે.જી.) ગ્રુપ-એ માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારી ગુજરાત અને દેશની એકમાત્ર વિદ્યાર્થિની છે.

ગ્રાન્ટ ફિનાલે રાઉન્ડમાં પ્રથમ આવવા બદલ તમન્નાને ટ્રોફી આપવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઇ ગયો. તમન્નાને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી નરહરિ અમીનના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયા. આ પ્રસંગે શાળા નિયામક ડો.અંબુભાઇ પટેલ, શ્રી ભગવતભાઇ અમીન-સી.ઇ.ઓ, શાળાના આચાર્યો, ચિત્રશિક્ષક મિત્રો તેમજ કેમલ આર્ટ કંપની તરફથી શ્રી સુધીરભાઇ અને શ્રી હિમાંશુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ તમન્નાને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી હતી.(૭.૯)

(11:48 am IST)