Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વિશ્વમાં 19 ટકા છોકરીઓ અને 8 ટકા જેટલા છોકરાઓ જાતીય શોષણનો શિકાર થઇ રહ્યા છે: અમદાવાદમાં યોજાયેલ અવેરનેસ ઓફ ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ સેમિનારમાં વાલીઓ સમક્ષ ડોક્ટરોની લાલબત્તી

અમદાવાદ: . અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ‘અવેરનેસ ઓફ ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ’ પર બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે સેમિનાર યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટ ડો. એમ.એમ પ્રભાકરે જણાવ્યું કે, પરિવાર દ્વારા મદદ માટે બહાર આવવાની હિંમત ના અભાવે, હાલના સમયમાં બાળકો સાથે જાતિય શોષણના કિસ્સાઓ ખૂબ વધ્યા છે. તેમણે કહ્યું, જાતિય શોષણનો શિકાર બનેલાને શારીરિક અને માનસિક મદદની જરૂર હોય છે.

બાળરોગ સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ, ડો. રાકેશ જોશીએ કહ્યું કે, ભારતમાં બાળકો સાથે થતા જાતિય શોષણના કેસોમાં 60 ટકા અપરાધીઓ પીડિતને જાણતા હોય છે, 30 ટકા બાળકની નજીકના હોય છે, અને માત્ર 10 ટકા કેસોમાં અપરાધીઓ અજાણ્યા હોય છે. લગભગ 90 ટકા અપરાધીઓ બાળકને જાણતા હોય છે, ત્યારે આવા ગુનાને રોકવા માટે વધારે સાવધાન રહેવાની જરૂર છે.

(11:12 am IST)