Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અમદાવાદમાં એસ.જી.હાઇવે ઉપર આવેલો ખેતલા આપા ચોક તોડી પાડવા AMC ની નોટિસ:ગેરકાયદે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાને લઇ લેવાયેલા નિર્ણય વિરુદ્ધ દુકાનદારોની હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ:વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમતા ખેતલા આપા ચોકમાં હજારો લોકો ચાપાણી પીવા તથા નાસ્તો કરવા આવે છે.પરંતુ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઇ AMC એ આ ચોકના ડિમોલિશન માટે નોટિસ આપતા દુકાનદારો એ હાઇકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે.

તંત્રની કામગીરીથી એસ.જી. હાઈવે પર આવેલા ખેતલાઆપા ચોકના દુકાનદારોમાં રોષ છે. 12માંથી 8 દુકાનદારોએ AMCની ડિમોલિશનની નોટિસનો વિરોધ કર્યો છેકર્ણાવતી ક્લબની સામે આવેલા ખેતલાઆપા ચોકમાં ખાણીપીણીની 12 દુકાનો છે, જે વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમતી રહે છે. આશરે 50,000 જેટલા લોકો દરરોજ અહીં થેપલા, ચા અને ફાસ્ટફૂડ ખાવા આવે છે. બે વર્ષ પહેલા રાજકોટના ખેતલાઆપા ટી-સ્ટોલની એક દુકાન અહીં શરૂ થઈ ત્યારથી અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

ખેતલાઆપા સાથે AMCનો ભેદભાવ ખેતલાઆપા ચોકના દુકાનદારોના વકીલોએ સિકંદર સૈયદ અને હર્ષ સુરતીએ જણાવ્યું કે, “કોર્ટમાં અમે અરજી કરી છે કે ખેતલાઆપા ચોકના દુકાનદારો સાથે AMC ભેદભાવ કરી રહી છે. શહેરમાં લો-ગાર્ડન અને માણેકચોકમાં પણ ફૂડ સ્ટોલ આવેલા છે છતાં તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી. અમે કશું ગેરકાયદે ન કરતાં હોવા છતાં અમને ડિમોલીશનની નોટિસ આપવામાં આવી છે. બીજા સ્થળોએ ઘણા બધા વેપારીઓ હોય છે અને ખેતલાઆપા ચોકમાં માત્ર 12 જ દુકાનદારો હોવા છતાં AMCને વાંધો છે.”

(11:00 am IST)