Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અમદાવાદમાં ૮૧ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે

હજુ સુધી ૨૧૩ મીમી વરસાદ થવો જોઇએ : ગયા વર્ષે આ ગાળામાં ૨૫૦ મીમી વરસાદ થયો હતો ગુજરાતમાં હજુ સુધી ૨૯૬.૭૮ મીમી વરસાદ થયો છે

અમદાવાદ, તા.૧૭ : જુલાઈનો મધ્યનો ગાળો આવી પહોંચ્યો છે પરંતુ અમદાવાદ શહેરમાં હજુ સુધી માત્ર ૯૦ મીમી વરસાદ થયો છે. એટલે કે ૮૧ ટકા ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે. ૨૦૧૭માં આજ દિવસે શહેરમાં ૨૫૦ મીમી વરસાદ થઇ ચુક્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં ૧૬મી જુલાઈના આંકડા મુજબ ઓછા વરસાદનો આંકડો ૧૨ ટકાનો છે. એટલે કે રાજ્યમાં હજુ સુધી ૧૨ ટકા ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં હજુ સુધી ૨૦૮ મીમી વરસાદ થયો છે જ્યારે નોર્મલ આંકડો ૨૩૬ મીમીનો હોય છે. આઈએમડીના અધિકારીઓનું કહેવું છે કે, અમદાવાદ જિલ્લામાં ૮૧ ટકા ઓછો વરસાદ થયો છે. ૨૧૩.૪ મીમી વરસાદ થવો જોઇએ જેની સામે માત્ર ૭૭.૨ મીમી વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છમાં થયો છે જ્યાં ૯૫ ટકા ઓછો વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ૯૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં ૧૦૭૨.૪ મીમી વરસાદ થયો છે. ડાંગનો નોર્મલ આંકડો ૬૦૯.૯ મીમી હોય છે. રેવન્યુ કન્ટ્રોલ રુમના કહેવા મુજબ ૨૯૬.૭૮ મીમી વરસાદ રાજ્યમાં થયો છે જે ૮૩૧ મીમીના સરેરાશ વરસાદ સામે માત્ર ૩૫ ટકા વરસાદ છે. રાજ્યમાં પાંચ તાલુકાઓમાં હજુ કોઇ વરસાદ થયો નથી. ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી, માલિયામિયાણામાં વરસાદ થયો નથી. કચ્છ જિલ્લામાં ખુબ ઓછો વરસાદ થયો છે. માત્ર પાંચ મીમી જેટલો વરસાદ અહીં થયો છે. અહીં વાર્ષિક વરસાદનો આંકડો ૪૧૭ મીમી હોય છે. રાજ્યમાં આજે ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો જે પૈકી જાફરાબાદ તાલુકામાં ૨૮૪ મિમી એટલે કે ૧૧ ઇંચ, સુત્રાપાડામાં ૨૪૫ મિમી એટલે કે ૧૦ ઇંચ જેટલો, ધરમપુરમાં ૨૨૫ મિમી એટલે કે ૯ ઇંચ, વલસાડમાં ૨૧૭ મિમી, વઘઇમાં ૨૦૦ મિમી, પારડીમાં ૧૯૮ મિમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૮ ઇંચ, ખેરગામમાં ૧૯૫ મિમી, રાજકોટમાં ૧૮૭ મિમી, રાજુલા અને તળાજામાં ૧૭૫ મિમી મળી કુલ ચાર તાલુકાઓમાં ૭ ઇંચ, મહુવામાં ૧૮૬ મિમી, વેરાવળમાં ૧૪૯ મિમી મળી મળી કુલ બે તાલુકામાં ૬ ઇંચ, ચોટીલામાં ૧૪૩ મિમી, કપરાડામાં ૧૩૪ મિમી અને મોરબીમાં ૧૨૮ મિમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૫ ઇંચ, કાલાવડમાં ૧૨૦ મિમી, ભરૂચમાં ૧૧૨ મિમી, વાંકાનેરમાં ૧૧૦મિમી, તાલાલા અને વાપીમાં ૧૦૬ મિમી, બોટાદમાં ૧૦૨ મિમી મળી કુલ છ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

વરસાદના આંકડા......

રાજ્યમાં દક્ષિણમાં વધુ વરસાદ

        અમદાવાદ, તા. ૧૭ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જારી રહ્યો છે. રાજ્યમાં હજુ સુધી જુદા જુદા ક્ષેત્રોમાં વરસાદી ચિત્ર નીચે મુજબ છે.

પ્રદેશ

સરેરાશ

વરસાદ થયો

કચ્છ

૪૧૭

દક્ષિણ

૭૨૩

૧૨૬

મધ્ય

૮૨૭

૨૨૩

સૌરાષ્ટ્ર

૬૭૯

૨૩૩

દક્ષિણ

૧૪૩૫

૭૬૩

કુલ

૮૩૧

૨૯૬.૭૮

નોંધ : તમામ આંકડા મીમીમાં છે.

(8:34 pm IST)