Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઓલપાડમાં અનરાધાર વરસાદથી ઓરમા અને હાથીસા ગામ સંપર્ક વિહોણા : 300 લોકોનું સ્થળાંતર

ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા

સુરતઃ સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદથી ઓલપાડમાં અનરાધાર વરસાદ પડ્યો છે ઓલપાડ તાલુકા ઓરમા તેમજ હથીશા ગામ સંપર્ક વિહોણાં બન્યાં હતાં જેને લઈને 300 લોકોનું સ્થળાંતર કરાયું છે વરસાદે વિરામ લીધાનાં 24 કલાક બાદ પણ પાણીનો ભરાવો રહેતાં હજુ પણ ઘણાં નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં પાણી ભરેલાં છે

 સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો હતો. ઠેર-ઠેર પાણીથી તળાવો ભરાઇ ગયાં હતાં.

(9:17 pm IST)