Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સુરતના આંજણામાં લેસના વેપારી પાસેથી 27.76 લાખની ખરીદી કરી પેમેન્ટ ન ચુકવનાર બે વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:આંજણા ફાર્મમાં લેસપટ્ટીનો વેપાર કરતા બે વેપારી પાસેથી રૃ. ૨૭.૭૬ લાખની લેસપટ્ટી ખરીદી પેમેન્ટ નહીં કરનાર બે વેપારી વિરુધ્ધ સલાબતપુરા પોલીસે છેતરપીંડીના બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ મમતાપાર્ક વિભાગ-૩ પ્લોટમાં ૧૧૯ માં રહેતા પ્રવિણભાઈ જીવરાજભાઈ કાકડીયા આંજણા ફાર્મ સાંઈકૃપા ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં. ૧૧૬, ૧૧૭ માં કાકડીયા એક્ષ્પોર્ટના નામે લેસપટ્ટીનો વેપાર કરે છે. ત્રણ વર્ષ અગાઉ મૂળ રાજસ્થાનના શિરોહીના વતની અને સુરતમાં પૂણા-બોમ્બે માર્કેટ રોડ રેશમભવન ડી/૩૧૪ માં રહેતા અને અર્ચના સ્કુલની બાજુમાં સીતારામ સોસાયટી પ્લોટ નં. ૬/એબી દુકાન નં. ૫ માં અવની લેસના નામે લેસનો વેપાર કરતા નગારામ ઓતારામ ચૌધરી તેમની દુકાને આવ્યા હતા.
નગારામ ચૌધરીએ પોતાની ઓળખ સારા વેપારી તરીકે આપી કેટલાક વેપારીઓના રેફરન્સથી વેપાર શરૃ કરી આરંભે નિયમિત પેમેન્ટ કર્યુ હતું. પણ બાદમાં રૃ. ૨૫,૯૭,૧૨૫ ની કિંમતની લેસપટ્ટીનું પેમેન્ટ માટે વાયદા કરી નગારામ ચૌધરી દુકાન, મોબાઈલ ફોન બંધ કરી ભાગી છૂટયા હતા. અન્ય વેપારીઓને પણ નગારામ ચૌધરીએ પેમેન્ટ ચુકવ્યું નથી.

(5:49 pm IST)