Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

આણંદ: સોજીત્રાના કાસોરમાં બોગસ વેચાણ દસ્તાવેજ પર સહી કરાવી 32.50 લાખની ઠગાઈ આચરનાર વકીલ સહીત સાત વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: જિલ્લાના સોજિત્રા તાલુકાના કાસોર ગામે આવેલ આશરે ૧.૪૮ એકર જમીન અંગે સાત જેટલા શખ્શોેએ ભેગા મળીને બોગસ વેચાણ દસ્તાવેજ તેમજ નાયબ મામલતદારના બોગસ સહી સીક્કા કરી રૂ.૩૨.૫૦ લાખની ઠગાઈ કરી હોવાનો બનાવ સોજિત્રા પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સોજિત્રા પોલીસે એક વકીલ સહિત સાત શખ્શો વિરૃધ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

(5:49 pm IST)