Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

મેઘરાજ તાલુકાના લિબોદરામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપનાર પોલીસ પર બુટલેગરનો હુમલો

મેઘરજ: તાલુકાના લીંબોદરા ગામે વિદેશી દારૃની હેરાફેરી કરતાં ઝડપી પડાયેલ શખ્શોને ગાડી ભરી આવેલા બુટલેગરો ખુલ્લેઆમ છોડાવી જતાં અને લોક રક્ષક કર્મી.ઉપર માર્શલ ગાડી ચડાવી દેવાના પ્રયાસની ચકચારી ઘટનાના બીજા દિવસે પણ પોલીસ ઉપર હુમલાનો પ્રયાશ કરાયો હતો. ભિલોડા તાલુકાના ડોડીસરા ગામે પ્રોહીબીશન રેડ કરવા ગયેલા ગાંધીનગર રેન્જના આરઆરસેલ ના પોલીસ કર્મી.ઉપર બુટલેગર દ્વારા ઘાતક હુમલો કરાતાં જ ચકચાર મચી હતી. દારૃ ભરેલ કારનો પીછો કરી રહેલ આ પોલીસ કર્મી.ઉપર ૭ ઈસમોએ હુમલો કરી ગાડી ચડાવી દેવાનો પ્રયાશ કર્યો હતો. આ હુમલામાં માથા સહિત પગના ભાગે ઘવાયેલા પોલીસ કર્મી.ઈમરાનને ભિલોડા ખાતે અને ત્યાર બાદ મોડાસા ખાતેની ઓર્થોપેડિક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. રાજય ના સરહદી એવા અરવલ્લી જિલ્લામાં બેખૌફ બનેલા બુટલેગરો હવે પોલીસ ઉપર જ જીવલેણ હુમલા કરી રહયા હોઈ અને રાજયનું ગૃહવિભાગ માત્ર તપાસ યોજી શું ની રેકર્ડ વગાડી રહેતાં જિલ્લાવાસીઓમાં ભારોભાર રોષ ફલાઈ રહયો છે અને કાયદો-વ્યવસ્થાની કથળેલી ભયજનક સ્થિતિ વચ્ચેે જિલ્લાવાસીઓ ભયના ઓથાર તળે આવી ગયા છે.
 

(5:46 pm IST)